અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્યમાર્ગ પર આવેલા આમલાખાડી ઓવરબ્રિજ પર મગર નજરે પડતાં લોકોમાં ચકચાર મચી ગઈ હતી. મગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.મળતી માહિતી મુજબ, ભારે વરસાદના કારણે આમલાખાડી ઓવરફ્લો થઈ હતી. આ દરમિયાન મગર ઓવરબ્રિજ પર આવી ચડ્યો હોવાનું જાણવા મળે છે. માર્ગ પરથી પસાર થતા લોકોએ મગરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.મગર દેખાતા વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગરની હાજરીને પગલે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી હતી.