વિરપુર : જલારામધામ ખાતે ક્ષત્રિયો દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

વિરપુર : જલારામધામ ખાતે ક્ષત્રિયો દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું
New Update

યાત્રાધામ વિરપુર જલારામધામમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ આજના વિજયા દશમીએ જગત જનની મા જગદંબા દ્વારા આજના જ દિવસે મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ભગવાન શ્રીરામ દ્વારા આજના દિવસે રાવણ નામના રાક્ષસનો પણ સહાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા યાત્રાધામ વિરપુર જલારામ ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું. આ સાથે સાથે આજના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા જગત જનની મા જગદંબાને એ પણ પ્રાર્થના કરવામાં આવી છે કે જેવી માતાજીએ દૈત્યોનો સંહાર કર્યો છે. તેવી જ રીતે સમગ્ર વિશ્વમાં કોરોના નામનો રાક્ષસ ફેલાય રહ્યો છે તે રાક્ષસ નો પણ નાશ થાય અને સમગ્ર વિશ્વને કોરોના વાયસરની મહામારી માંથી તારે તેવી જગત જનની જગદંબા અને  માતાજીને આજના દિવસે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

#Connect Gujarat #Virpur News
Here are a few more articles:
Read the Next Article