અમેરિકામાં મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. હિંસાની સંભાવના જોતાં વ્હાઈટ હાઉસ સહિતની જગ્યાઓ પર સુરક્ષાની કડક વ્યવસથા કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન પુર્ણ થયા બાદ અમેરિકામાં મતગણતરી શરુ થઈ જાય છે. જેમાં કેટલાક રાજ્યોમાંથી પોસ્ટલ બેલેટ મત ગણતરી થાય તે પછી અંતિમ પરિણામની જાહેરાત થઈ શકશે. કેટલાક રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી કરતાં વધુ દિવસનો સમય લાગી શકે છે. જોકે કેટલાક રાજ્યોમાં પરિણામ આવવાની શરૂઆત થઇ ચુકી છે.
અત્યાર સુધીમાં ઈલેક્ટોરલ વોટીંગમાં જૉ બાઈડેનને 89 વોટ અને ડોનાલ્ડ ટ્રંપને 72 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડેનને રાષ્ટ્રપતિ પદની સ્પર્ધામાં આગળ દર્શાવવામાં આવ્યા છે. અમેરિકી પ્રમુખપદે ચૂંટાઈ આવવા ઉમેદવારે 538માંથી 270 ઈલેક્ટોરલ વોટ જીતવાના રહેશે. અમેરિકામાં મતદાનના છેલ્લા દિવસ 3 નવેમ્બર પહેલાં 10 કરોડ 20 લાખ મતદારો પોતાનો મત આપી ચુક્યા હતા.