જાણો શું છે મહત્વ વાઘ બારસનું!

જાણો શું છે મહત્વ વાઘ બારસનું!
New Update

આજે વાઘ બારસ છે. વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે.જેમકે વાક બારસ, વાઘ બારસ, અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે.

વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે.ઉપરાંત બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે.

#Diwali News #લેખ #Diwali Celebration 2018
Here are a few more articles:
Read the Next Article