અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વિનાશક હુમલો કરવાની ધમકી આપી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બુધવારે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો થઈ શકે છે. હવે, અમેરિકી સૈન્યએ ઈરાન પર હુમલો શરૂ કર્યો છે. ઈરાનના બંદર અબ્બાસ અને સિરિક વિસ્તારો પર અમેરિકાએ હુમલાઓ કર્યા છે
બંને વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મિઝાન અનુસાર, બંદર અબ્બાસ અને સિરિક બંનેમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાની સમાચાર એજન્સી મેહરે પણ બંદર અબ્બાસમાં વિસ્ફોટોની પુષ્ટી કરી હતી. મેહરના અહેવાલ મુજબ, બુધવારે ઈરાન પર અમેરિકાના હુમલામાં બે માછીમારોના મોત થયા હતા.ઈરાની સમાચાર એજન્સી મેહર અનુસાર, ચાબહાર અને કોનારક નજીક પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNA અનુસાર, તાજેતરના હુમલાઓ બાદ ચાબહારના કેટલાક ભાગોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઈરાનના સરકારી પ્રેસ ટીવી અનુસાર, અબુ મુસા ટાપુ પર કુલ 10 વિસ્ફોટ થયા. ચાબહાર અને કોનારકમાં પણ દસ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા. ચાબહારમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ઉપયોગવામાં લેવાયેલા હથિયારનો કાટમાળ પડ્યો અને અમેરિકાના હુમલાથી શહીદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને દરિયાઈ ટ્રાફિક નિયંત્રણ ટાવરને પણ નુકસાન થયું. બંદર અબ્બાસમાં આઠ વિસ્ફોટ થયા અને સિરિકમાં ત્રણ થયા હતા.
