“વીક-END લોકડાઉન” : જુઓ, ભરૂચ અને અંકલેશ્વરમાં સ્વંયભૂ લોકડાઉનને લોકોનો કેવો મળ્યો પ્રતિસાદ..!

New Update
“વીક-END લોકડાઉન” : જુઓ, ભરૂચ અને અંકલેશ્વરમાં સ્વંયભૂ લોકડાઉનને લોકોનો કેવો મળ્યો પ્રતિસાદ..!

કોરોનાની ચેઇન તોડવા પુનઃ ગત શનિવારની સાંજથી સોમવાર સુધી સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય ભરૂચ તથા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે સ્વયંભૂ લોકડાઉનને સહકાર આપવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. જોકે ભરૂચમાં તેની કોઈ અસર જોવા મળી ન હતી, પરંતુ અંકલેશ્વરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો.

હાલ કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે ભરૂચ તથા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે નાઈટ કરફ્યુ લાદવામાં આવ્યો છે. છેલ્લા 2 અઠવાડિયાથી શનિ-રવિના દિવસે સ્વયંભૂ લોકડાઈઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે શનિવારની સાંજે 4 વાગ્યાથી સોમવારના રોજ સવારે 6 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા વેપારીઓ અને ધંધાદારી તેમજ નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ ભરૂચમાં સ્વયંભૂ લોકડાઉનની અપીલને નબળો પ્રતિસાદ મળી રહ્યો હતો. મોટા ભાગના વિસ્તારમાં લોકડાઉન જેવું કંઈ જણાતું ન હતું. વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ જ જણાઈ રહ્યો હતો. તો બીજી તરફ ગત અઠવાડિયાની જેમ અંકલેશ્વર નગરપાલિકાના વિકેન્ડ લોકડાઉનની અપીલને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાયું હતું. મોટા ભાગના ધંધા રોજગાર આવશ્યક સેવાને બાદ કરતાં સાંજના 4 વાગ્યા બાદ બંધ જોવા મળ્યા હતા. આમ માત્ર અપીલ કરવાથી ભરૂચમાં લોકો સ્વંયભૂ લોકડાઉન કરે તેમ લાગતું નથી, ત્યારે હવે લોકો પ્રત્યે કડકાઈ કરવામાં આવે તો વધતાં જતા કોરોના સંક્રમણને અટકાવી શકાશે તેમ લાગી રહ્યું છે.