New Update
/connect-gujarat/media/post_banners/9629eeeaa6d24222e0fef658c5722cffcbfd2e7ba5b34c6798a5c7eb5df9effe.webp)
પશ્ચિમ બંગાળના માલદામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો. વિવિધ જગ્યા પર તોફાન બાદ વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે. આ દરમ્યાન બે લોકો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં બે શાળાના વિદ્યાર્થી પણ છે. પોલીસે જણાવ્યું કે, મૃતકોમાં બે સગીર પણ સામેલ છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, 11માંથી ત્રણ જુના માલદા પોલીસ સ્ટેશન સાહપુર વિસ્તારના છે. અન્ય બેના ઘર ગાજૌલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અદીના અને રતુઆના બાલુપુરના છે. બાકીના ઘર હરિશ્વંદપુર અને ઈંગ્લિશ બજાર થાનઈ વિસ્તારમાં છે. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ માટે માલદા મેડિકલ કોલેજમાં લઈ જવાની વ્યવસ્થા કરી દીધી છે.