/connect-gujarat/media/media_files/2025/03/29/JWfUE1C7snDj9N8PhoGY.jpg)
મ્યાનમારમાં શુક્રવારે આવેલાં ભૂકંપમાં મૃત્યુઆંક 10,000થી વધુ થઈ શકે છે. આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા કરવામાં આવ્યો છે. ભૂકંપના આંચકા થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા.
મ્યાનમારની લશ્કરી સરકારે ઓછામાં ઓછા 1000થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 2300થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, થાઇલેન્ડમાં 10 લોકોનાં મોત થયાં છે. આ રીતે આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 154 લોકોએ જીવ ગુમાવ્યા છે.
શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ 200 વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. ભારે તબાહીને કારણે મ્યાનમારનાં 6 રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે.