ગાઝામાં Israelના બોમ્બમારાથી 198નાં મોત: અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલીઓએ પણ જીવ ગુમાવ્યા

ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં

New Update
ગાઝામાં Israelના બોમ્બમારાથી 198નાં મોત: અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલીઓએ પણ જીવ ગુમાવ્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને 750 ઘાયલ થયા છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે 17 સૈન્ય કમ્પાઉન્ડ અને હમાસના 4 સૈન્ય હેડક્વાર્ટર પર હુમલો કર્યો. પેલેસ્ટાઈન મીડિયાએ દાવો કર્યો છે કે ઈઝરાયેલના બોમ્બમારામાં અત્યાર સુધીમાં 198 પેલેસ્ટાઈનના નાગરિકોનાં મોત થયા છે. આમાં 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

આ પહેલા શનિવારે સવારે સાડા છ વાગ્યે હમાસે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ સહિત 7 શહેરો પર 5000 રોકેટ છોડ્યા. જો કે, ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાંથી 2,200 રોકેટ છોડવામાં આવ્યા. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસના હુમલા વચ્ચે યુદ્ધની ઘોષણા કરી.

ઈઝરાયેલમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે ત્યાં હાજર પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમને એલર્ટ અને સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભારત મુશ્કેલ સમયમાં ઈઝરાયેલના લોકોની સાથે છે.

હમાસે શનિવારે સવારે લગભગ 8 વાગે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ, સેડેરોટ, એશ્કેલોન સહિત 7 શહેર પર રોકેટ છોડ્યા હતા. અલ-જઝીરાના અહેવાલ મુજબ આ રોકેટ રહેણાક ઇમારતો પર પડ્યાં હતાં. અત્યારસુધીમાં 22 લોકોનાં મોત થયાં છે. જોકે હમાસે એવો પણ દાવો કર્યો છે કે હુમલામાં 30 ઈઝરાયલના લોકો માર્યા ગયા છે..

Latest Stories