વિદેશમાં 633 ભારતીય યુવાનોના મોત, કેનેડામાં સૌથી વધુ યુવાનો મોતને ભેટ્યા

વિદેશમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓનો મુદ્દો ભારતીય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા હતા.

iકેનેડા
New Update

વિદેશમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓનો મુદ્દો ભારતીય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 5 વર્ષમાં પોતાનું ભવિષ્ય ઘડવા વિદેશ ગયેલા 633 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 19 એવા હતા જેમને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે આત્મહત્યાના આંકડા આપવામાં આવ્યા ન હતા.

આ પ્રશ્ન સાંસદ કોડીકુન્નીલ સુરેશ દ્વારા વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 5 વર્ષમાં 633 યુવાનોએ વિદેશમાં જીવ ગુમાવ્યા છે. તેમાંથી 19 ભારતીયો એવા હતા જેમણે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો હતો.સૌથી વધુ મૃત્યુ કેનેડામાં થયા છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં 172 લોકોના મોત થયા છે. જેમાંથી 9 વિદ્યાર્થીઓના હુમલાને કારણે મોત થયા હતા. બીજો ચોંકાવનારો આંકડો અમેરિકાથી આવ્યો છે, જ્યાં આ દરમિયાન 108 યુવાનોએ જીવ ગુમાવ્યા છે.

#કેનેડા
Here are a few more articles:
Read the Next Article