Connect Gujarat
દુનિયા

સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલ વિરુધ્ધ પ્રસ્તાવ, ભારત સહિત 91 દેશોએ આપ્યું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલ વિરુધ્ધ પ્રસ્તાવ, ભારત સહિત 91 દેશોએ આપ્યું સમર્થન
X

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલને લઈને એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં માંગણી કરવામાં આવી છે કે ઇઝરાયલ સીરિયાની ગોલન હાઇટ્સ પરનો પોતાનો કબજો હટાવે. આ પ્રસ્તાવને ભારત સહિત 91 દેશોએ સમર્થન આપ્યું છે.

આ પ્રસ્તાવ ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેની તરફેણમાં 91 મત પડ્યા હતા જ્યારે 8 દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 62 દેશો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે યુએનજીએ અને સુરક્ષા પરિષદના ઠરાવોની વિરુદ્ધ ઇઝરાયલ સીરિયન ગોલન હાઇટ્સમાંથી પોતાનો કબજો છોડી દે જે તેણે 1967 માં કબજે કર્યું હતું.

ભારત ઉપરાંત આ પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ચીન, લેબનોન, ઈરાન, ઈરાક અને ઈન્ડોનેશિયા પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા, પલાઉ, માઇક્રોનેશિયા, ઇઝરાયલ, કેનેડા અને માર્શલ આઇલેન્ડે આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.

યુક્રેન, ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, બેલ્જિયમ, જાપાન, કેન્યા, પોલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્પેન જેવા 62 દેશોએ આ પ્રસ્તાવ પર વોટિંગ કરવાથી દૂર રહ્યા હતા. આ પ્રસ્તાવ પર 28 નવેમ્બરે મતદાન થયું હતું. ગોલન હાઇટ્સ પશ્ચિમ સીરિયાનો એક વિસ્તાર છે, જેના પર ઇઝરાયલ દ્વારા 5 જૂન, 1967ના રોજ કબજો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે 1967માં છ દિવસના યુદ્ધ દરમિયાન સીરિયાની ગોલન હાઇટ્સ પર કબજો કર્યો હતો.

Next Story