10 ભારતીય મજૂરોને પેલેસ્ટિનિયનોએ બનાવ્યા હતા બંધક, ઇઝરાયેલે બચાવ્યા
ઈઝરાયેલની ઈમિગ્રેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર પશ્ચિમ કાંઠે બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય મજૂરોને છોડાવવામાં આવ્યા છે. પેલેસ્ટિનિયનોએ કામ માંગ્યું અને તેમને પશ્ચિમ કાંઠાના એક ગામમાં લઈ ગયા અને તેમને બંદી બનાવી દીધા.