New Update
/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં તબાહી મચી ગઈ હતી, જેમાં 250 લોકોના મૃત્ય થયા છે તો 500થી વધુ ઘાયલ થયા છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતના જલાલાબાદ નજીક હતું અને તેની ઊંડાઈ 8 કિલોમીટર હતી. તે રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો.દેશમાંથી આવતા પ્રારંભિક અહેવાલોમાં નવ લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, જ્યારે અનાદોલુ એજન્સીએ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 500 ઘાયલ થયા છે, જેમાં કુનાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
Latest Stories