Connect Gujarat
દુનિયા

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, 12 લોકોના મોત

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, 12 લોકોના મોત
X

દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 હતી. 12 લોકોના મોત થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપની સૌથી વધુ અસર ગુયાસમાં થઈ હતી. આ દરિયાકાંઠાનો વિસ્તાર છે. ભૂકંપનું કેન્દ્ર અહીંથી 80 કિમી દૂર ગ્વાયાક્વિલ શહેરમાં હતું.

રિપોર્ટ્સ મુજબ, ઈમારતોને ખુબ જ નુકશાન થયું છે. અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા પાડેશી દેશ પેરુમાં પણ અનુભવાયા હતા. અનેક ઘરો નાશ પામ્યા છે. સૂત્ર મુજબ જાણવા મળ્યું હતું કે ઈક્વાડોરમાં 12 લોકોના મોત થયા છે, પેરુમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

લોકોએ સેશિયલ મીડિયા પર ભૂકંપ પછીની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આમાં ભારે નુકસાન જોવા મળી શકે છે.

Next Story
Share it