જર્મનીમાં કાર્નિવલ દરમ્યાન કારે રાહદારીઓને મારી ટક્કર,2 લોકોના મોત, 28 થી વધુ લોકો ઘાયલ

જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના બિલ્ડ અખબાર અનુસાર, આ હુમલામાં બે લોકો માર્યા ગયા અને 25 લોકો ઘાયલ થયા

New Update
garmania
સોમવારે જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના બિલ્ડ અખબાર અનુસાર, આ હુમલામાં બે લોકો માર્યા ગયા અને 25 લોકો ઘાયલ થયા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે ડ્રાઇવરે આ જાણી જોઈને કર્યું હતું કે અકસ્માત ભૂલથી થયો હતો. પોલીસે આ વિસ્તારમાં લોકડાઉન લગાવી દીધું છે.
જર્મનીમાં ત્રણ મહિનામાં કાર દ્વારા લોકો પર હુમલાની આ ત્રીજી ઘટના છે. જાન્યુઆરીમાં, મ્યુનિક શહેરમાં એક અફઘાન શરણાર્થીએ લોકો પર પોતાની કાર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 28 થી વધુ લોકો ઘાયલ થયા હતા.ડિસેમ્બરમાં, મેગ્ડેબર્ગના ક્રિસમસ માર્કેટમાં એક ઝડપી કારે સેંકડો લોકોને કચડી નાખ્યા હતા. આ હુમલામાં 5 લોકો માર્યા ગયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 7 ભારતીયો પણ હતા.
Advertisment
Advertisment
Latest Stories