/connect-gujarat/media/post_banners/e6669e7a907a214f9be86920cc18043450fe0171507679fdabf6b480ea4ad045.webp)
સ્પેનના મર્સિયા શહેરમાં એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જોકે અનેક ઘણાં લોકો ઘાયલ હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ધસી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પોલીસે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ઘટના રવિવારે બની હતી. અહેવાલો અનુસાર મૃતકોમાંથી ઘણા લોકો એક જ ગ્રૂપના હતા જે ક્લબમાં જન્મદિવસની પાર્ટી કરી રહ્યા હતા. મૃતકોના શબ ખરાબ રીતે બળી ગયા હતા અને તેમની ઓળખ પણ થઈ શકી નહોતી. પોલીસના જણાવ્યાનુસાર મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. શહેરના મેયર જોસ બેલેસ્ટાએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં ત્રણ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે. સીટી હોલની બહાર સ્પેનિશ ધ્વજને અડધી કાઠીએ નમાવાશે.