અમેરિકાના ફ્લોરિડા રાજ્યના 'સિએસ્ટા કી' શહેરના કિનારે પ્રચંડ વાવાઝોડું ટકરાયુ, 10 લાખ ઘરોમાં વિજળી ડુલ

વાવાઝોડું મિલ્ટન ગુરુવારે સવારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના 'સિએસ્ટા કી' શહેરના કિનારે ટકરાયું હતું. જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ

florida
New Update

વાવાઝોડું મિલ્ટન ગુરુવારે સવારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના 'સિએસ્ટા કી' શહેરના કિનારે ટકરાયું હતું. જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટર્સબર્ગમાં 24 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા એક હજાર વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. સમગ્ર વિસ્તારમાં 3 કલાકમાં 3 મહિનાનો વરસાદ પડ્યો હતો. મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે.

સિએસ્ટા કીમાં દરિયાકાંઠે ટકરાતા પહેલા મિલ્ટન કેટેગરી 5નું વાવાઝોડું હતું. અસર સમયે, તે કેટેગરી 3 બની ગયું હતું અને હવે તેને કેટેગરી 2 વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે. આ છતાં તે વધુ જોખમી છે.વાવાઝોડાને કારણે ફ્લોરિડાના અનેક શહેરોમાં 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અમેરિકન મીડિયા હાઉસ CNN મુજબ ફ્લોરિડામાં લગભગ 10 લાખ લોકોના ઘરોમાં વીજળી નથી. 20 લાખ લોકો પૂરના જોખમમાં છે.ફ્લોરિડાના અનેક શહેરોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સાથે ડઝનબંધ ટોર્નેડો અને તેના કારણે થયેલા નુકસાનની માહિતી પણ સામે આવી રહી છે.

Here are a few more articles:
Read the Next Article