/connect-gujarat/media/media_files/uoNcQ7iFzdNxO8HUBOkF.jpg)
New York airport
વિશ્વના સૌથી વ્યસ્ત ન્યૂયૉર્કના જે.એફ. કૅનેડી ઍરપોર્ટ પર ભવ્ય મંદિર બનશે. જેએફકે ઓથોરિટીએ આ માટે મંજૂરી આપી દીધી છે. જેએફકે બોર્ડ વતીથી પણ ટૂંક સમયમાં પરવાનગી મળવાની શક્યતા છે. ન્યૂયૉર્ક ઇસ્કોન, સેવા ઇન્ટરનેશનલ સહિત લગભગ 100થી વધુ સંગઠનોએ આ માટે ઓનલાઇન પિટિશન અભિયાન પણ શરૂ કર્યું છે. અમેરિકાના ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, પેન્સિલ્વેનિયા, કનેક્ટિકટ, રોડ આઇલૅન્ડ સહિત 5 અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોથી લગભગ 1 લાખથી વધુ લોકોએ મંદિરનિર્માણ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતું. મંદિર દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે. જેએફકે ઍરપોર્ટ પર રોજ લગભગ 2500 વિમાનનું આવાગમન થતું હોય છે અને વાર્ષિક 6 કરોડ યાત્રી અહીં આવે છે.