/connect-gujarat/media/post_banners/4609069cd1f22c88d06853a8c47e1ef34e50b6d0b14124bb8affc524610ab969.webp)
સીરિયા અને તુર્કીયે ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તઝાકિસ્તાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચીને ગુરુવારે (23 ફેબ્રુઆરી) ઝિજિયાંગમાં તઝાકિસ્તાનની સરહદ નજીક લગભગ 8:37 વાગ્યે 7.3-તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. તો બીજી તરફ પૂર્વ તઝાકિસ્તાને તેની જમીન પર 6.8ની તીવ્રતાના આંચકા અનુભવ્યા હતા.
ચીનના સરકારી મીડિયાએ પણ ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટર (CENC)ને ઉઇગર સ્વાયત્ત ક્ષેત્રમાં ભૂકંપની પુષ્ટી કરી હતી. જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તઝાકિસ્તાનમાં ધરતીના આંચકાનો ઉલ્લેખ કર્યો છે.
યુએસજીએસના અંદાજ મુજબ, તઝાકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પર્વત શિખરોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં ત્યાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, પરંતુ તેનાથી જાનમાલનું નુકસાન થવાની શક્યતા ઓછી છે કારણ કે આ વિસ્તારમાં વસ્તી ખૂબ ઓછી છે. જો કે, અત્યાર સુધી ચીનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.