Connect Gujarat
દુનિયા

કેનેડા સરકારનો મોટો નિર્ણય, સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાક કામ કરી શકાશે

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ત્યાંની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેથી 5 લાખથી વધુ સ્ટુડન્ટ્સને લાભ થશે

કેનેડા સરકારનો મોટો નિર્ણય, સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાક કામ કરી શકાશે
X

કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ત્યાંની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેથી 5 લાખથી વધુ સ્ટુડન્ટ્સને લાભ થશે. સરકારે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્ટડી પરમિટ પર દર અઠવાડિયે 20થી વધુ કલાકો કામ કરી શકશે.કેનેડા ના ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે આ જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 15 નવેમ્બર 2022થી 31 ડિસેમ્બર 2023 સુધી કેનેડામાં રહેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ પર ઓફ-કેમ્પસ વર્ક કરી શકે.

તેમને દર અઠવાડીયે 20થી વધુ કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે સ્ટુડન્ટ્સને અભ્યાસ ભોગે વધુ કામ ન કરવાની સલાહ અપાઈ છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે તારીખ 7 ઓક્ટોબર 2022ના રોજ સ્ટડી પરમીટની અરજી સબમિટ કરી છે. જો ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશિપ કેનેડા તેમની અરજી મંજૂર કરે તો તેઓ પણ આ પોલીસી નો લાભ મેળવી શકશે.ઇમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝર ના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો ઉદ્દેશ્ય સમગ્ર કેનેડામાં અનુભવાઈ રહેલા લેબર ક્રાઈસિસ ની અછત ને દૂર કરવાનો છે.

કેનેડા ઐતિહાસિક શ્રમની તંગી અને બેરોજગારી દર સામે ઝઝૂમી રહ્યું છે. આજે સવારે સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ રિપોર્ટ આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં કેનેડાનો બેરોજગારીનો દર ઘટીને 5.2 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 5.4 ટકા હતો.વિદ્યાર્થીઓ દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકશેતાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ લાયક કેનેડિયન શૈક્ષણિક કાર્યક્રમમાં અભ્યાસ માટે અરજી કરે છે, તો તેઓ અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે 20થી વધુ કલાક સુધી કામ કરી શકે. ઉનાળા અને શિયાળા ની રજાઓ જેવા બ્રેક દરમિયાન આ લીમિટ હટાવવામાં આવે છે.

આ નીતિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમના અભ્યાસ પૂરો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે તે સુનિશ્ચિત કરવા માટે છે. જો કામ કરનારા લોકો નહીં મળે તો કેનેડાની ઇકોનોમીને ખરાબ અસર થાય તેમ છે. અત્યારે કેનેડામાં લગભગ 10 લાખ નોકરી ની જગ્યા ખાલી પડી છે

Next Story