/connect-gujarat/media/media_files/2025/01/14/Wl87cNVDIz5wqNJmamX6.jpg)
દક્ષિણ આફ્રિકામાં એક ગેરકાયદેસર ખાણમાં 100 શ્રમિકોના મોતની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. ખાણમાં ફસાયેલા આ કામદારો ઘણા મહિનાઓથી ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટીલફોન્ટેન શહેર નજીક બફેલ્સફોન્ટેન સ્થિત સોનાની ખાણોમાં લગભગ 100 કામદારો ફસાયા હતા. જ્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ ભૂખ અને તરસને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સંબંધિત માહિતી કામદારો દ્વારા મોબાઇલ ફોન દ્વારા મોકલવામાં આવેલા વીડિયોમાંથી મળી હતી, જેમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહો બતાવવામાં આવ્યા છે.
માઇનિંગ અફેક્ટેડ કમ્યુનિટીઝ યુનાઇટેડ ઇન એક્શન ગ્રુપ અનુસાર, અત્યાર સુધીમાં 26 કામદારોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી દરમિયાન 18 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ ખાણ એટલી ઊંડી છે કે લગભગ 500 કામદારો હજુ પણ ત્યાં ફસાયેલા હોઈ શકે છે. ખાણની ઊંડાઈ 2.5 કિમી હોવાનું કહેવાય છે