લોસ એન્જલસના પર્વતીય વિસ્તારમાં મંગળવારે વિશાળ જંગલમાં આગને કારણે તબાહી સર્જાઈ હતી, જેના કારણે 30,000 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી હતી. આગ પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં 1,262 એકર (510 હેક્ટર)માં ફેલાઇ હતી.
હવામાન વિભાગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે આગ લાગવાનો ભય છે. આ પવનોએ આગને વધુ વેગ આપ્યો, જેના કારણે તે થોડા કલાકોમાં ઝડપથી ફેલાઈ ગઈ. રાત્રે જોરદાર પવનને કારણે આગ અન્ય વિસ્તારોમાં પ્રસરી જવાની શકયતા હતી.
આગને કારણે ઘણા ઘરો બળી ગયા અને સનસેટ બુલેવાર્ડ અને પેસિફિક કોસ્ટ હાઇવે નજીક ખજૂરનું વૃક્ષ સળગી ગયું હતું. લોકોને વાહનો છોડીને પગપાળા ભાગવાની ફરજ પડી હતી. સ્થાનિક રહેવાસી સિન્ડી ફેસ્ટાએ જણાવ્યું હતું કે, "અમે વિસ્તાર છોડી ભાગી રહ્યા હતા ત્યારે આગ અમારી કારની ખૂબ નજીક હતી. તે એક ડરામણો અનુભવ હતો. લોકો તેમના વાહનોને રસ્તા પર છોડીને ભાગી રહ્યા હતા."
લોસ એન્જલસના પર્વતીય વિસ્તારના જંગલમાં લાગી ભીષણ આગ
લોસ એન્જલસના પર્વતીય વિસ્તારમાં મંગળવારે વિશાળ જંગલમાં આગને કારણે તબાહી સર્જાઈ હતી, જેના કારણે 30,000 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો
New Update
Latest Stories