/connect-gujarat/media/media_files/2025/08/11/turki-2025-08-11-09-49-36.jpg)
તુર્કિયેના પશ્ચિમી પ્રાંત બાલિકેસિરમાં રવિવારે સાંજે 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો.
દેશની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) ના જણાવ્યા પ્રમાણે, ભૂકંપના આંચકા સ્થાનિક સમય મુજબ સાંજે 7:53 વાગ્યે આવ્યા અને ભૂકંપનું કેન્દ્ર 11 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું સામે અવાયું છે. જયારે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 6.19 અને ઊંડાઈ 10 કિલોમીટર હતી.
ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી ક્ષેત્રમાં હતું અને ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સહિત અનેક પ્રાંતોમાં અનુભવાયા. મંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપી કે AFAD ટીમોએ તાત્કાલિક ઇસ્તંબુલ અને આસપાસના પ્રાંતોમાં નિરીક્ષણ કાર્ય શરૂ કરી દીધું છે અને અત્યાર સુધી કોઈ પણ પ્રકારના ગંભીર નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
મંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "સિંદિરગી, બાલિકેસિરમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ ઇસ્તંબુલ અને આસપાસના પ્રાંતોમાં પણ અનુભવાયો. AFAD અને તમામ સંબંધિત સંસ્થાઓ ભૂકંપ સ્થળ પર સર્વે કરી રહી છે. અત્યાર સુધી કોઈ નકારાત્મક સ્થિતિ સામે આવી નથી, હું અસરગ્રસ્ત નાગરિકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ભગવાન આપણા દેશને આફતોથી બચાવે." AFADએ આપેલી માહિતી પ્રમાણે. ભૂકંપ પછી કેટલાય આફ્ટરશોક્સ આવ્યા, જેમાંથી એકની તીવ્રતા 4.6 હતી. અધિકારીઓએ નાગરિકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશ ન કરવાની સલાહ આપી છે.