/connect-gujarat/media/media_files/2025/06/21/balun-kresh-2025-06-21-21-59-36.jpg)
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરિનામાં આજે (શનિવારે) સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કુલ21 મુસાફરોનેલઈને ઉડતા એક ગરમ હવાના બલૂનમાં આગ લાગ્યા બાદ તે પ્રયા ગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા8 લોકોનાકરુણ મોત થયા છે, જ્યારે13 લોકોઇજાગ્રસ્ત થયા છે.
રાજ્યના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પ્રવાસન માટે ઉપયોગમાં લેવાતા આ બલૂનમાં સવારે ઉડાન દરમિયાન અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બલૂન બેકાબૂ બની ગયું અને પ્રયા ગ્રાન્ડે શહેરમાં ધડાકાભેર જમીન પર પટકાયું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સાન્ટા કેટરિનાના ગવર્નરજોર્ગિન્હો મેલોએ'X' (અગાઉ ટ્વિટર) પર માહિતી આપતા જણાવ્યું કે, "શનિવાર સવારે બનેલી દુર્ઘટનામાં હૉટ એર બલૂનમાં22 લોકો સવાર હતા." જોકે, ફાયર વિભાગના આંકડા મુજબ21 મુસાફરોની માહિતી છે. ગવર્નરે વધુમાં લખ્યું કે, ઘટના સ્થળ પર રાહત અને બચાવની ટીમ પહોંચી ચૂકી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. તેમણે કહ્યું કે, "આ અકસ્માતથી આપણે બધા આઘાતમાં છીએ."