Connect Gujarat
દુનિયા

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર અલ-શબાબ ઇસ્લામી આતંકવાદીઓએ કર્યો હુમલો, 9 લોકો મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર અલ-શબાબ ઇસ્લામી આતંકવાદીઓએ કર્યો હુમલો, 9 લોકો મોત
X

ગત રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચ રેસ્ટોરન્ટ પર અલ-શબાબ ઇસ્લામી આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં સુરક્ષા દળોના 3 જવાનો સહિત 9 લોકોના મોત નિપજયા હોવાનું સામેં આવ્યું છે. આ મામલે સોમાલિયાની પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામા આવ્યું હતું.જેમાં કહ્યું કે રાજધાની મોગાદિશુના કિનારે આવેલી એક હોટલને નિશાન બનાવી પર શુક્રવારે ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 9 લોકો મોતના ખપ્પરમાં હોમાયા હતા. કલાકો સુધી ગોળીબાર ચાલ્યો હતો. જેમાં આજે શનિવારે સવારે પર્લ હોટેલ પર 12 કલાકની ઘેરાબંધી કરાઈ હતી.

આ મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું કે અધિકારીઓ સહિત લગભગ 84 લોકોને બચાવી ઉગારી લેવામાં સફળતા સાંપડી છે. ત્યાંના સમય આધારે જોઈએ તો સાંજે 7.55 વાગ્યે શરૂ થયેલા હુમલામાં છ નાગરિકો અને ત્રણ સૈનિકો શહીદ થયા બાદ 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજા ગ્રસ્ત પણ થયા હતા. પૂર્વ આફ્રિકામાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે

Next Story