/connect-gujarat/media/post_banners/5d4113e932815641a5d2bd3db5edc1825b4aee880b36e669e0531cd1c2cf6f49.webp)
હમાસ વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહી હજુ ચાલુ છે. તેના લીધે અત્યાર સુધી ગાઝામાં લગભગ 12000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે, જ્યારે 15 લાખથી વધુ લોકો બેઘર અને વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સૌની વચ્ચે પેલેસ્ટાઈને હવે ભારતની મદદ માગી છે. ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો માટે હું ચિંતિત છું.
ભારતે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે તેની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. અદનાન અબુ અલહૈઝાએ કહ્યું કે મેં ભારત સરકારને અનેક ફોન કોલ કર્યા. હું ભારતને ફરી આગ્રહ કરું છું કે તે ઈઝરાયલ અને હમાસ વચ્ચે તાત્કાલિક ધોરણે યુદ્ધવિરામ કરાવવા મોટી ભૂમિકા ભજવે. અલહૈઝાએ કહ્યું કે ભારતે ઈઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થતા કરવી જોઈએ અને તાત્કાલિક યુદ્ધવિરામ કરાવીને માનવીય સહાય માટે સરહદો ખોલવા ઈઝરાયલ પર દબાણ કરવું જોઈએ. આવી સ્થિતિ કોરોના દરમિયાન પણ હતી. ગાઝા જેવા નાના વિસ્તારોમાં આ પ્રકારના નરસંહારથી લોકોને હવે બીમારીઓનો ડર લાગી રહ્યો છે. દરેક જગ્યાએ મૃતદેહો વિખેરાયેલાં પડ્યા છે. તેમણે કહ્યું કે કતાર અને ઈજિપ્ત ગાઝાના નાગરિકોની સુરક્ષા અને યુદ્ધવિરામ માટે મધ્યસ્થતા કરી રહ્યા છે.