અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર કર્યો મોટો હુમલો

New Update
અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર કર્યો મોટો હુમલો

અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના સ્થાનો પર મોટો હુમલો કર્યો છે. બંને દેશોની સેનાઓએ રાજધાની સનાની આસપાસ હૂતીઓની 18 જગ્યાઓને નિશાન બનાવી છે. અને આ હુમલાને ઓસ્ટ્રેલિયા, બહેરીન, ડેનમાર્ક, કેનેડા, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

એક સંયુક્ત નિવેદનમાં, પેન્ટાગોને જણાવ્યું હતું કે, "ખાસ કરીને હૂતીની ભૂગર્ભ શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, મિસાઈલ સંગ્રહ સુવિધાઓ, માનવરહિત હવાઈ પ્રણાલી, હવાઈ સંરક્ષણ પ્રણાલી અને રડાર સહીત 8 સ્થળોએ હૂતી વિદ્રોહીઓના 18 લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાનો ઉદેશ્ય વૈશ્વિક વેપાર, નૌકાદળના જહાજો અને નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવા માટે હૂતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ક્ષમતાઓને ખલેલ પહોંચાડવાનો હતો."

Read the Next Article

ઈરાનમાં રોકાયા બાદ, ઈઝરાયલ હવે આ જગ્યા પર બોમ્બનો વરસાદ કરી રહ્યું છે, આખો વિસ્તાર ધુમાડામાં ફેરવાઈ ગયો છે

ઈઝરાયલે અચાનક પોતાનું ધ્યાન લેબનોન તરફ વાળ્યું છે. શુક્રવારે, ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ

New Update
war

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તાજેતરમાં 12 દિવસ ચાલેલા ભયંકર યુદ્ધનો અંત યુદ્ધવિરામ સાથે થયો હતો. એવું માનવામાં આવતું હતું કે હવે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ જશે. પરંતુ ઈઝરાયલે અચાનક પોતાનું ધ્યાન લેબનોન તરફ વાળ્યું છે. શુક્રવારે, ઈઝરાયલે દક્ષિણ લેબનોનમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી

પ્રત્યક્ષદર્શીઓએ શફાક ન્યૂઝને જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા, જેની સાથે ઈઝરાયલી લડાકુ વિમાનોનો અવાજ પણ સંભળાયો. આ ઉપરાંત, દક્ષિણ લેબનોનના ઘણા ભાગોમાં સર્વેલન્સ ડ્રોન પણ ઉડતા જોવા મળ્યા હતા

ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે તેણે હિઝબુલ્લાહની પ્રવૃત્તિઓને રોકવા માટે આ હુમલાઓ કર્યા. દક્ષિણ લેબનોનમાં નબતિયાહ અલ-ફૌકા અને ઇકલિમ અલ-તુફાહની ટેકરીઓ પર અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં હિઝબુલ્લાહના માળખાકીય સુવિધાઓ અને કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શફાક ન્યૂઝના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી લડાકુ વિમાનોએ દક્ષિણ લેબનોનમાં માઉન્ટ શુકેફ વિસ્તાર (સ્થાનિક રીતે અલી અલ-તાહેર તરીકે ઓળખાતું) માં એક છુપાયેલા સ્થળને નિશાન બનાવ્યું હતું. આ છુપાયેલા સ્થળનો ઉપયોગ હિઝબુલ્લાહના ફાયર કંટ્રોલ અને સુરક્ષા વ્યવસ્થાને ચલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, આ એક ભૂગર્ભ પ્રોજેક્ટનો ભાગ છે, જે અગાઉ ઇઝરાયલી હુમલાઓમાં નુકસાન થયું હતું, પરંતુ હવે તેનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

લેબનોનના ન્યૂઝ પોર્ટલ નાહરનેટ અનુસાર, હુમલાના એક દિવસ પહેલા જ, હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ શેખ નઇમ કાસિમે સ્પષ્ટપણે કહ્યું હતું કે લેબનોન કોઈના દબાણમાં આવશે નહીં કે કબજો સ્વીકારશે નહીં. તેમણે કહ્યું હતું કે આ અમારો દેશ છે, અમે તેને સન્માન સાથે ઇચ્છીએ છીએ અને અમે તેના માટે લડીશું.નોંધનીય છે કે 27 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ કરાર પછી પણ, ઇઝરાયલ લેબનોનમાં નિયમિત હુમલા કરી રહ્યું છે. ગુરુવારે થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. હવે શુક્રવારે, વધુ એક મોટા પાયે હુમલો થયો છે, જેના કારણે દક્ષિણ લેબનોનમાં તણાવ વધી રહ્યો છે.