/connect-gujarat/media/media_files/2025/03/05/JCwXgBgpdIsLIFZPmKzD.jpg)
વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચાના ત્રણ દિવસ પછી, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે. આ મુજબ, અમેરિકા તરફથી યુક્રેન સુધી જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે. આમાં પોલેન્ડ પહોંચેલા માલનો પણ સમાવેશ થાય છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન થાય કે ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે US સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.યુક્રેનને સૈન્ય મદદ રોકવામાં આવી છે તેને લઈને હાલ અમેરિકાના રક્ષા વિભાગ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી નથી. બ્લૂમબર્ગે રક્ષા વિભાગના એક અધિકારીનો હવાલો આપીને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વાતની સમીક્ષા કરી રહ્યા છે કે શું ઝેલેન્સ્કી રશિયા સાથે શાંતિ કાયમ કરવા ઇચ્છે છે કે નહીં. ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ ફોક્સ ન્યૂઝને કહ્યું કે આ સહાય કાયમી ધોરણે બંધ કરવામાં આવી નથી