અમેરિકા : નિકેશ અરોરા બન્યા સૌથી વધારે સેલરી મેળવનાર બીજા હાઈએસ્ટ પેઈડ CEO

New Update
અમેરિકા : નિકેશ અરોરા બન્યા સૌથી વધારે સેલરી મેળવનાર બીજા હાઈએસ્ટ પેઈડ CEO



અમેરિકાની સિલિકોન વેલી એટલે કે એવી જગ્યા કે જ્યાં વિશ્વની સૌથી મોટી કંપનીઓનાં હેડક્વાર્ટર્સ આવેલા છે. અહીની ખાસ વાત એ પણ છે કે અહીં ભારતીય મૂળના લોકો ખાસો દબદબો રહેલો છે અને ઘણી મોટી કંપનીઓના બોસ પણ ભારતીય મૂળના જ છે. આવી જ એક કંપનીના સીઈઓ વિશે વાત કરી તો કંપની પાઉલો અલ્ટો નેટવર્ક, જેના સીઈઓ અને ચેરમેન નિકેશ અરોરા છે. નિકેશ અરોરા અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર બીજી વ્યક્તિ છે. તેમણે પગારના મામલે માર્ક ઝકરબર્ગને પાછળ છોડી દીધો છે. માર્ક ઝકરબર્ગ અને નિકેશ અરોરાના પગારમાં લગભગ 18 ગણો તફાવત છે.

વોલ સ્ટ્રીટ જર્નલે 2023માં સૌથી વધુ પગાર મેળવનારા લોકોની એક લિસ્ટ બહાર પાડી છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર છે બ્રોડકોમના સીઈઓ હોક ટેન. મલેશિયન મૂળના હોક ટેનનો પગાર 16.2 કરોડ ડોલર (લગભગ 1,348 કરોડ રૂપિયા) છે. આ તેમનો વાર્ષિક પગાર છે. આ લિસ્ટમાં ભારતીય મૂળના નિકેશ અરોરા બીજા નંબરે છે. 2023 માં, તેમણે 15.14 કરોડ ડોલર (લગભગ રૂ. 1,260 કરોડ) નો પગાર લીધો. નિકેશ અરોરાની કમાણી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગથી ઘણી વધુ છે. વોલ સ્ટ્રીટ જર્નલની યાદી અનુસાર, સુંદર પિચાઈએ ગયા વર્ષે 2.44 કરોડ ડોલર (લગભગ રૂ. 200 કરોડ રૂપિયા) અને માર્ક ઝકરબર્ગે 88 લાખ ડોલર (લગભગ 73 કરોડ રૂપિયા) કમાયા હતા. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે 2023 માં સૌથી વધુ પગાર મેળવનારા ટોચના 500 સીઈઓની આ લિસ્ટમાં 17 ભારતીયો છે.

Latest Stories