ભારત કેનેડા વિવાદમાં અમેરિકાનું નિવેદન, ટ્રુડોનો આરોપ ગંભીર, ભારત સહકાર નથી આપતું !

ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન,ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ

gujarat
New Update

ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરના મામલાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનું નિવેદન પણ આવ્યું છે.

અમેરિકાએ ભારત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે કહ્યું- કેનેડાઓ ભારત પર લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ ગંભીર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કેનેડા સાથે મળીને તપાસમાં મદદ કરે. 
ભારતે આજ સુધી આવું કર્યું નથી.આ પહેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારના અધિકારીઓ સામેલ હતા. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાએ ભારત અને કેનેડા વચ્ચેના તણાવ પર ટિપ્પણી કરી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના પીએમ ટ્રુડોએ સંસદમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પણ અમેરિકાએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું.
#America #Canada
Here are a few more articles:
Read the Next Article