કેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી, છરીના ઘા મારી કરાય હત્યા

કેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે સવારે જણાવ્યું હતું કે ઓટ્ટાવા નજીક કેનેડાના રોકલેન્ડ

New Update
WhatsApp Image 2025-04-06 at 8.20.41 AM

કેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે સવારે જણાવ્યું હતું કે ઓટ્ટાવા નજીક કેનેડાના રોકલેન્ડ વિસ્તારમાં એક ભારતીય નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો હતો. છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Advertisment

દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરી રહ્યા છે.કેનેડામાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું છે કે, 'ઓટાવા નજીકના રોકલેન્ડમાં છરીથી હુમલા બાદ ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુથી અમે ખૂબ જ દુઃખી છીએ. પોલીસે જણાવ્યું છે કે એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે અમે સ્થાનિક સમુદાયના સંગઠન દ્વારા સંપર્કમાં છીએ.

Advertisment
Latest Stories