ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાતમો, લશ્કર-એ-તોઇબાના આતંકી અકરમ ગાઝીને ઠાર મરાયો....

અકરમ ગાઝી લશ્કર એ તોયબાનો એક મોટો આતંકી હતો જે કથિતરૂપે લાંબા સમયથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે લશ્કર એ તોયબામાં આતંકીઓની ભરતી કરવાની જવાબદારીઓ પણ સંભાળી હતી

New Update
ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં ખાતમો, લશ્કર-એ-તોઇબાના આતંકી અકરમ ગાઝીને ઠાર મરાયો....

ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. માહિતી અનુસાર લશ્કર એ તોયબાના આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યાં હુમલાખોરોએ કથિતરૂપે ગોળી મારી હત્યા કરી નાખી હતી. અકરમ ગાઝીએ 2018થી 2020 સુધી લશ્કરના ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. તે પાકિસ્તાનમાં પણ ભારત વિરોધી નિવેદનો માટે જ જાણીતો હતો. અકરમ ખાન અવારનવાર ભારત વિરોધી ઝેર ઓકતો હતો.

ઉલ્લેખનીય છે કે અકરમ ગાઝી લશ્કર એ તોયબાનો એક મોટો આતંકી હતો જે કથિતરૂપે લાંબા સમયથી કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેણે લશ્કર એ તોયબામાં આતંકીઓની ભરતી કરવાની જવાબદારીઓ પણ સંભાળી હતી. માહિતી અનુસાર અજાણ્યા હુમલાખોરોએ બાજૌરમાં ગોળીબારી કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યો હતો. હુમલા સંબંધિત હાલ સંપૂર્ણ ખુલાસો સામે આવ્યો નથી. અફઘાનિસ્તાન સાથેની સરહદે આવેલું બાજૌર આમ તો તાલિબાન અને અલ કાયદા સહિત જુદા જુદા કટ્ટરપંથી સમૂહોનું ગઢ મનાય છે. બીજી બાજુ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં ભારતીય સૈન્યને એક આતંકીને ઠાર માર્યો હતો.

Latest Stories