અમેરિકામાં વધુ એક ભારતીય યુવકનું મોત, જંગલમાંથી મળી આવ્યો મૃતદેહ

New Update
અમેરિકામાં વધુ એક ભારતીય યુવકનું મોત, જંગલમાંથી મળી આવ્યો મૃતદેહ

અમેરિકામાં ભારતીય યુવકના મોતની ઘટનાઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. હાલમાં જ 23 વર્ષના સમીર કામથના મૃત્યુએ બધાને હચમચાવી દીધા છે. તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો, ત્યારબાદ અમેરિકાની વોરેન કાઉન્ટી પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ષ 2024માં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ સાતમી ઘટના છે જેમાં વિદ્યાર્થીનું મોત થયું છે.

ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, સમીરનો મૃતદેહ નિશેઝ લેન્ડ ટ્રસ્ટના જંગલમાં પડેલો મળી આવ્યો હતો, જે એક નેચર રિઝર્વ છે. છેલ્લા 2 અઠવાડિયામાં 4 ભારતીય વિદ્યાર્થીઓના મોતનો આ મામલો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંજે 5 વાગ્યે મૃતદેહ મળી આવ્યો હતો. છોકરાના પરિવારને તેના મૃત્યુની જાણ કરવામાં આવી છે. છોકરાના મોત બાદ પોલીસે લોકોને સમજાવ્યું છે કે ડરવાની જરૂર નથી.

Latest Stories