Connect Gujarat
દુનિયા

કેનેડા જવાનું વિચારી રહ્યા છો તો લેજો આ શહેરોની મુલાકાત! નોકરી શોધવા માટે નહીં મારવા પડે ફાંફાં

કેનેડા જવાનું વિચારી રહ્યા છો તો લેજો આ શહેરોની મુલાકાત! નોકરી શોધવા માટે નહીં મારવા પડે ફાંફાં
X

ભારતીય યુવાનો અને વિદ્યાર્થીઓમાં આજે કેનેડાનો ક્રેઝ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. મોટાભાગના લોકો અહીં પોતાનું કરિયર અથવા ભાવિ સેટ કરવા તત્પર છે. તો આજે અમે તમને કેનેડાના એવા 11 શહેરો વિશે જણાવીશું, જે નોકરીની શોધ કરી રહેલા લોકો માટે બેસ્ટ ચોઇસ હોઇ શકે છે. કારણ કે અહીંના વાતાવરણથી લઇને કરિયરની તકો સુધી તમામ પરીબળો એકદમ સાનૂકુળ છે

· ગુએલ્ફ, ઓન્ટારીયો

ગુએલ્ફ, ઓન્ટારિયો એક મજબૂત અર્થતંત્ર અને વધતી જતી વસ્તી ધરાવતું શહેર છે. ગુએલ્ફનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 1.2% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 0.8% કરતા વધારે છે. પાછલા વર્ષમાં ગુએલ્ફમાં નોકરીઓની સંખ્યામાં 9.1 ટકાનો વધારો થયો છે. જે 2.2 ટકાની રાષ્ટ્રીય સરેરાશથી નોંધપાત્ર રીતે વધારે છે. ગુએલ્ફમાં બેરોજગારીનો દર 4.2 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 5.3 ટકાથી ઘણી ઓછી છે.

· ટોરન્ટો

ટોરન્ટો 2.7 મિલિયનની વસ્તી ધરાવતું કેનેડાનું આ શહેર બિઝનેસ, નાણાં અને ટેક્નોલોજીનું મુખ્ય કેન્દ્ર છે અને તે ટોરોન્ટો સ્ટોક એક્સચેન્જનું ઘર છે, જે કેનેડાની પાંચ સૌથી મોટી બેંકોનું હેડક્વાર્ટર છે અને કેનેડાની ઘણી મોટી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનું હેડક્વાર્ટર છે. ટોરન્ટો ટેકનોલોજી, ડિઝાઇન, ફાઈનાન્સ સર્વિસ, લાઈફ સાયન્સ, શિક્ષણ, આર્ટ, ફેશન, એરોસ્પેસ, પર્યાવરણીય નવીનતા, ફૂડ સર્વિસ અને પર્યટન માટે બેસ્ટ સિટીછે. ટોરોન્ટો એ સિલિકોન વેલી અને ન્યૂ યોર્ક સિટી પછી ઉત્તર અમેરિકાનું ત્રીજું સૌથી મોટું ટેક હબ છે અને સૌથી ઝડપથી વિકસતું શહેર છે. અહીંના લોકોની જીવન ગુણવત્તા પ્રમાણમાં ખૂબ સારી છે.

· વેન્કુવર

બ્રિટિશ-કોલંબિયા પ્રાંતમાં આવેલ વેન્કુવર 6,75,000 કરતાં વધારે વસ્તી સાથે કેનેડાનું ત્રીજા ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અહીં ઘણી ટેક કંપની જેમ કે એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલ પણ આવેલી છે. આ સિવાય આ શહેરની સ્વાસ્થ્ય સેવા, ટૂરિઝમ, એજ્યુકેશન સેક્ટર્સ પણ નોકરી શોધતા લોકો માટે બેસ્ટ છે. અહીં ઘણા જંગલો, પહાડો અને બીચ આવેલા છે.

· કેલગરી

કેલગરી આલ્બર્ટા પ્રાંતનું સૌથી મોટું શહેર છે, જેની વસતી 12 લાખથી વધુ છે. કેલગરી ઓઇલ અને ગેસ ઉદ્યોગ માટે જાણીતું છે. આ સિવાય આ શહેરમાં ટેકનોલોજી, ફાઇનાન્સ અને હેલ્થકેર સહિત અન્ય કેટલાક ઉદ્યોગો પણ આવેલા છે. અહીં રહેવાનો ખર્ચ ખૂબ ઓછો છે.

· મોન્ટ્રીઅલ

મોન્ટ્રીઅલ 1.7 મિલિયન લોકોની વસ્તી ધરાવતું કેનેડાનું બીજું સૌથી જાણીતું શહેર છે. આ શહેર તેના ફ્રેન્ચ કલ્ચર, નાઇટલાઇફ, પાર્ક્સ, ગ્રીન સ્પેસ માટે જાણીતું છે. McGill યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીઅલ અહીં આવેલી છે. આ શહેરમાં રહેવાનો ખર્ચ ટોરન્ટો અને વેન્કુવર કરતા ખૂબ ઓછો છે. આ શહેર બિઝનેસ, હેલ્થકેર, એજ્યુકેશન અને ટૂરિઝમમાં કરિયરની તકો પૂરી પાડે છે.

Next Story