Connect Gujarat
દુનિયા

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોનો સ્કૂલ પર હવાઇ એટેક, 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોનો સ્કૂલ પર હવાઇ એટેક, 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં
X

સ્કૂલ એડમિનિસ્ટ્રેટર અને એક સપોર્ટ વર્કરે સોમવારે જાણકારી આપતા જણાવ્યું કે, મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરોએ એક સ્કૂલ અને ગામ પર હુમલો કરતા 7 બાળકો સહિત 13 લોકોના મોત નિપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારના રોજ દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલેથી અંદાજે 110 કિમી દૂર તબાયિનના લેટ યૉટ કોન ગાવમાં થયો હતો.

સ્કૂલના એક પ્રશાસકે જણાવ્યું હતું કે ગામની ઉત્તરમાં ચારમાંથી બે Mi-35 હેલિકોપ્ટરે મશીનગન અને ભારે હથિયારો સાથે સ્કૂલ પર હુમલો કરવાનું શરૂ દીધું. બાદમાં વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ફ્લોર પરના વર્ગખંડોમાં સુરક્ષિત સ્થાનો પર ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેઓએ કહ્યું કે શાળામાં છ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં છે અને નજીકના ગામમાં એક 13 વર્ષના છોકરાની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઇ હતી.

Next Story