/connect-gujarat/media/media_files/2025/09/08/csss-2025-09-08-21-59-44.jpg)
ઇઝરાયલના જેરુસલેમમાં સોમવારે થયેલા ગોળીબારના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના સવારે 10:13 વાગ્યે રામોટ જંકશન નજીક એક વ્યસ્ત બસ સ્ટોપ પર બની હતી. ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસ મેગેન ડેવિડ એડોમના જણાવ્યા અનુસાર, બે પેલેસ્ટિનિયન હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સુરક્ષા દળોએ બંને હુમલાખોરોને ઘટનાસ્થળે જ ઠાર માર્યા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
જેરુસલેમમાં સોમવારે સવારે થયેલા એક આતંકવાદી હુમલામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા, જેના કારણે પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, આ ઘટના રામોટ જંકશન પર એક બસ અને બસ સ્ટોપ નજીક બની હતી. હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
હુમલાના પ્રારંભિક અહેવાલો મુજબ, લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. પરંતુ, ઇમરજન્સી સર્વિસિસ દ્વારા ઘાયલોની સારવાર શરૂ થતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મૃત્યુઆંક વધ્યો. કુલ 5 લોકોના મોત થયા, જેમાં 4 લોકોનું ઘટનાસ્થળે જ અને એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ ઉપરાંત, ઘાયલોમાંથી 7 ની હાલત ગંભીર છે, જ્યારે અન્ય 5 લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે.