કાબુલ મિલિટરી એરપોર્ટ પર થયો બોમ્બ વિસ્ફોટ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

કાબુલ મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો

New Update
કાબુલ મિલિટરી એરપોર્ટ પર થયો બોમ્બ વિસ્ફોટ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

1 જાન્યુઆરી, રવિવારના રોજ કાબુલ મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ પણ થયા છે. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ સવારે થયો હતો.

અફઘાનિસ્તાનમાં કાબુલના મિલિટરી એરપોર્ટ પર રવિવારે સવારે એક ચેકપોઇન્ટ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા હતા. તાલિબાનના એક અધિકારીએ આ માહિતી આપી હતી. ન્યૂ યર પર થયેલા આ બ્લાસ્ટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી રહી છે.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું કે વિસ્ફોટમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. જો કે, તેમણે જાનહાનિ વિશે કોઈ ચોક્કસ આંકડા અથવા વધુ વિગતો શેર કરી ન હતી. તેમણે કહ્યું કે તપાસ બાદ વધુ માહિતી શેર કરવામાં આવશે.

Latest Stories