/connect-gujarat/media/media_files/2025/11/04/canada-2025-11-04-10-25-06.jpg)
કેનેડાએ કડક નિયમો બનાવતા દર ચારમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીના વિઝા નામંજૂર થઈ રહ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર 1100 ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના વિઝા મળ્યા છે. 2023માં 20 હજાર 900 વિદ્યાર્થીની વિઝા એપ્લિકેશન સામે આ વર્ષે માત્ર 4 હજાર 515 વિદ્યાર્થીઓએ જ એપ્લિકેશન કરી હોવા છતાંય એપ્લિકેશન રેજેક્શનનો રેશિયો વધ્યો છે.
કેનેડાની સરકારના ઈમિગ્રેશન વિભાગના આંકડા પ્રમાણે નવી ઈમિગ્રેશન પોલિસી પછી વિદેશી સ્ટુડન્ટનો રિજેક્શન રેશિયો ખૂબ જ વધ્યો છે. 2023માં 20 હજાર 900 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી, એમાંથી છ હજાર 700ને વિઝા મળ્યા હતા. તે સિવાયના મોટા ભાગના વિદ્યાર્થીઓને લીલી ઝંડી મળી હતી. તે વર્ષે રિજેક્શન રેશિયો 32 ટકા હતો, તેની સરખામણીએ વર્ષ 2025માં માત્ર ચાર હજાર 515 વિદ્યાર્થીઓએ જ વિઝા માટે અરજી કરી, તેમ છતાં 74 ટકા ઊંચો રિજેક્શન રેશિયો છે. વર્ષ 2025માં માત્ર 1100 વિદ્યાર્થીઓને જ કેનેડાના વિઝા મળ્યા હતા.રોયટર્સ દ્વારા મેળવેલા ઇમિગ્રેશન ડેટા અનુસાર, ઓગસ્ટમાં કેનેડિયન પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે આશરે 74 ટકા ભારતીય અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે ઓગસ્ટ 2023 માં આશરે 32 ટકા હતી.