/connect-gujarat/media/post_banners/f83708721eff42a89faa58e9f476782f5e1e9532483824fae36ae686594376d1.webp)
સંસદની સુરક્ષામાં લાગેલા 1400થી વધારે CRPF કર્મચારીઓને હટાવ્યા બાદ સોમવારે તેની સંપૂર્ણ જવાબદારી CISFએ સંભાળી લીધી. તેના 3,300થી વધારે કર્મચારીઓએ તેની સુરક્ષાની જવાબદારી પોતાના હાથોમાં લઈ લીધી. ઓફિશ્યલ સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદમાં તૈનાત CRPFના પાર્લિયામેન્ટ ડ્યૂટી ગ્રુપે 17મેએ પોતાના 1400 જવાનોને પરત બોલાવી લીધા છે. સાથે જ પોતાના બધા વાહન, હથિયાર અને કમાંડો પણ હટાવી લીધા છે.
CISFના કમાંડર DIG રેંકના અધિકારીએ સંસદ સુરક્ષા સાથે જોડાયેલી બધી જાણકારી CISFને સોંપી દીધી છે. તેમણે કહ્યું છે કે ગયા વર્ષે 13 ડિસેમ્બરે સુરક્ષા ચુકની ઘટના બાદ સરકારે સીઆઈએસએફને સીઆરપીફથી સુરક્ષા કાર્યભાર સંભાળવા કહ્યું હતું.