ચીને અમેરિકાની મુખ્ય ડિફેન્સ કંપનીઓ સહિત 20 કંપનીઓ સામે પ્રતિબંધોની કરી જાહેરાત

ચીને અમેરિકાની મુખ્ય ડિફેન્સ કંપનીઓ સહિત 20 કંપનીઓ સામે પ્રતિબંધોની  જાહેરાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) જાહેરાત કરી હતી

New Update
scsss

ચીને અમેરિકાની મુખ્ય ડિફેન્સ કંપનીઓ સહિત 20 કંપનીઓ સામે પ્રતિબંધોની  જાહેરાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે (26 ડિસેમ્બર, 2025) જાહેરાત કરી હતી કે તાઇવાનને શસ્ત્રો વેચવાના આરોપમાં 10 વ્યક્તિઓ અને 20 અમેરિકી સંરક્ષણ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રતિબંધિત કંપનીઓમાં બોઇંગ(Boeing)ની સેન્ટ લૂઇસ શાખાનો પણ સમાવેશ થાય છે.

કંપનીઓ અને તેમના અધિકારીઓને ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહી બાદ અમેરિકન કંપનીઓ અને વ્યક્તિઓની  ચીનમાં  બધી સંપત્તિઓ સ્થગિત કરવામાં આવશે. ચીનની સ્થાનિક સંસ્થાઓ અને વ્યક્તિઓને પણ આ કંપનીઓ સાથે કોઈપણ વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંરક્ષણ સંબંધિત એન્ડુરિલ ઇન્ડસ્ટ્રીઝ (Anduril Industries)ના સ્થાપક અને પ્રતિબંધિત કંપનીઓના નવ વરિષ્ઠ અધિકારીઓ પ્રતિબંધિત કંપનીઓમાં શામેલ છે. તેમને ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, નોર્થ્રોપ ગ્રુમેન સિસ્ટમ્સ કોર્પોરેશન (Northrop Grumman Systems Corporation) અને એલ3  હૈરિસ મેરીટાઇમ સર્વિસીસ (L3 Harris Maritime Services)  જેવી કંપનીઓ પણ પ્રભાવિત થઈ છે. ગયા અઠવાડિયે અમેરિકાએ તાઇવાનને 11.1 અરબ ડૉલરના હથિયારો વેચવાની જાહેરાત કરી હતી, ત્યાર પછી ચીને આ કાર્યવાહી કરી હતી.

"કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપશે ચીન "

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાઇવાન મુદ્દો ચીનના મુખ્ય હિતોનો ભાગ છે. આ ચીન-અમેરિકા સંબંધોમાં એક રેડ લાઈન છે જેને ઓળંગી શકાતી નથી. બીજિંગે તાઇવાન અંગે કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો સખત જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે. ચીને અમેરિકાને વિનંતી કરી છે કે તે તાઈવાનને હથિયાર ન આપે.

આ મહિનાની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા જે અમેરિકા સાથે તાઇવાનના સંબંધોને મજબૂત બનાવશે. આ તાઇવાન એશ્યોરેન્સ ઈમ્પ્લિમેન્ટેશન કાયદો છે, જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને તાઇવાન સાથે યુએસ જોડાણ માટે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવાનો આદેશ આપે છે. આ સમીક્ષા દર પાંચ વર્ષે થશે. તાઇવાનએ આની પ્રશંસા કરી છે, જ્યારે ચીને તેને અસ્વીકાર્ય હસ્તક્ષેપ ગણાવીને સખત વાંધો ઉઠાવ્યો છે. 

Latest Stories