ચીન હવે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં કામ કરતા તેના નાગરિકોની સુરક્ષા પોતાના હાથમાં લઈ રહ્યું છે. આ માટે ચીને પીપલ્સ આર્મીના જવાનોને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ચીનનું માનવું છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં તેના જવાનોને પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે.
આવી સ્થિતિમાં ચીન ઈચ્છે છે કે કાં તો તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અથવા તો કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવે.હાલમાં જ બંને દેશોના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં ચીનના સેનાને તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીનો વિરોધ કરતું આવ્યું છે. પરંતુ તાજેતરના સમયમાં ચીની કામદારો પર વધતા હુમલાઓને લીધે ઈસ્લામાબાદને હવે બેઈજિંગ સામે ઝૂકવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ચીને પાકિસ્તાનને કહ્યું છે કે જો તે સુરક્ષાની ગેરંટી ન આપી શકે તો રોકાણ માટે વિદેશીઓ તરફ હાથ લંબાવવાનું બંધ કરે. જ્યારે તેઓ સુરક્ષિત અનુભવશે ત્યારે તેઓ આવશે અને રોકાણ કરશે.