Connect Gujarat
દુનિયા

યુરોપમાં કોરોના મહામારીનો આવ્યો અંત, WHOની મોટી જાહેરાત

દુનિયામાંથી ધીરે ધીરે કોરોના વાયરસ વિદાય થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોરોના મહામારી પૂરી થઈ હોવા અંગેને એક મોટું નિવેદન આપ્યું છે.

યુરોપમાં કોરોના મહામારીનો આવ્યો અંત, WHOની મોટી જાહેરાત
X

દુનિયા જે સમાચારની રાહ જોતી હતી તે હવે આવ્યાં છે. દુનિયામાંથી ધીરે ધીરે કોરોના વાયરસ વિદાય થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કોરોના મહામારી પૂરી થઈ હોવા અંગેને એક મોટું નિવેદન આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના યુરોપ ડિરેક્ટર હંસ કલૂઝે કહ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ યુરોપીય દેશોમાં મહામારીના એક નવા તબક્કામાં સ્થળાતંરિત થઈ ગયો છે અને આ સમાપ્ત થઈ શકે છે.

તેમણે કહ્યું કે એક રીતે યુરોપ મહામારીના અંત તરફ આગળ વધી રહ્યો છે. યુરોપ ડિરેક્ટર હંસ કલૂઝે કહ્યું કે એક વાર ઓમિક્રોનનો હાલનો વધારો યુરોપમાં ઓછો થઈ જાય છે ત્યાર બાદ થોડા અઠવાડિયામાં વૈશ્વિક પ્રતિરક્ષા પ્રણાલી વિકસીત થઈ જશે. અમારુ અનુમાન છે કે કોરોના ખતમ થતા પહેલા વર્ષના અંત સુધીમાં ફરી એક વાર વાપસ આવી શકે છે પરંતુ જરુરી નથી કે તે મહામારી જ હોય. અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત એન્થની ફોસીએ પણ જણાવ્યું કે અમેરિકાના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે જે ઘણો સારો સંકેત છે.

Next Story