Connect Gujarat
દુનિયા

કોરોનાથી ફરી ફફડાટ !નવા વેરિયન્ટ JN.1થી વિશ્વમાં ફરી ચિંતા વધી

કોરોનાથી ફરી ફફડાટ !નવા વેરિયન્ટ JN.1થી વિશ્વમાં ફરી ચિંતા વધી
X

કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી વિશ્વમાં ફરી ચિંતા વધી છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના કેરળ અને તમિલનાડુમાં કેસ મળતા સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. ત્યારે લોકલ સર્કલ નામની કંપની દ્વારા કરાયેલા સરવેમાં 76% લોકોએ કહ્યું છે કે તેમણે અથવા તેમના પરિવારના સભ્યએ કોરોનાના લક્ષણો આવ્યા હોવા છતાં ટેસ્ટ કરાવ્યો નથી. સરવે મુજબ, 2023માં કોરોનાના લક્ષણ ધરાવતા હોય તેવા 9 માંથી 1 જ ભારતીયે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. માત્ર 12% લોકોએ જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો અને 6% લોકોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા હોવાનું સરવેમાં કહ્યું હતું.

આ સરવેમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન દેશના 303 જિલ્લાના 24 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ભારતમાં આ નવા વેરિયન્ટથી 5 લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે. દેશમાં હાલ 1800 જેટલા કોરોનાના સક્રિય કેસ છે.સરવેમાં જણાવાયું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો આવ્યા હતા, તેમણે કોરોના ટેસ્ટ તો નહોતો કરાવ્યો, પરંતુ લક્ષણો અનુસાર સામાન્ય સારવાર કરાવી ઇલાજ કરી લીધો હતો. સરવેમાં કેટલાક કોરોના ટેસ્ટ ના કરાવવાના અલગ અલગ કારણો જણાવ્યા હતા.7% ટકા લોકોએ કહ્યું હતું કે, કોરોના ટેસ્ટ કરાવો તેમના માટે સુવિધાજનક નહોતું.7% કહ્યું કે કોરોના ટેસ્ટ મોંઘો છે તેથી કરાવ્યો નહોતો.

Next Story