મ્યાનમાર ભૂકંપમાં અત્યાર સુધી મૃત્યુઆંક 1644 પર પહોંચ્યો,થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ રીતે 2 દિવસમાં 5થી વધુ તીવ્રતાના ત્રણ ભૂકંપ

New Update
mnayamar
શનિવારે બપોરે 3:30 વાગ્યે મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ રીતે 2 દિવસમાં 5થી વધુ તીવ્રતાના ત્રણ ભૂકંપ આવ્યા છે.શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ મ્યાનમારમાં ભારે તબાહી મચી ગઈ છે. મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ આશંકા યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGS) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભૂકંપના આંચકા થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સુધી અનુભવાયા હતા.

સમાચાર એજન્સી AFP અનુસાર, મૃત્યુઆંક 1644 પર પહોંચી ગયો છે, જ્યારે 3,408થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 30 માળની ઇમારત ધરાશાયી થઈ છે. આમાં 10 લોકોના મોત થયા છે.શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ 200 વર્ષમાં મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ છે. ભારે તબાહીને કારણે મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી છે.
Advertisment
Advertisment
Latest Stories