ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી, જેલમાંથી ICUમાં સારવાર અર્થે ખસેડાયો

New Update
ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી, જેલમાંથી ICUમાં સારવાર અર્થે ખસેડાયો

ઉત્તરપ્રદેશની બાંદા જેલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી છ. મુખ્તાર અંસારીની તબિયત બગડતા તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ તરફ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે.

બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે મુખ્તારના ચેકઅપ માટે બે ડૉક્ટરોની પેનલની ટીમને જેલમાં મોકલી હતી. જેમાં એક ચિકિત્સક અને એક ઓર્થોપેડિક નિષ્ણાત ડૉક્ટરનો સમાવેશ થાય છે. ચેકઅપ બાદ ટીમે બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે કબજિયાત અને દુખાવાની કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. ડૉક્ટરોએ જેલ પ્રશાસનને કહ્યું કે, ઉપવાસના કારણે આવું થઈ રહ્યું છે. ભૂખ પછી મુખ્તારને અચાનક વધુ પડતું ખોરાક લેવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. જેલ પ્રશાસન દ્વારા મુખ્તાર અંસારીના મેડિકલ રિપોર્ટને કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.

Latest Stories