/connect-gujarat/media/post_banners/cf2cf5be27b81d144cc7f9f108558855790f442819abc868c407d0ed9c3c0f76.webp)
મધ્ય પૂર્વના ચાર દેશો તુર્કિયે (જૂનું નામ તુર્કી), સિરિયા, લેબેનોન અને ઈઝરાયેલ સોમવારે સવારે ભૂકંપથી હચમચી ગયા હતા. અહીં 12 કલાકમાં મોટા ભૂકંપ આવ્યા હતા. સૌથી વધુ તબાહી એપીસેન્ટર તુર્કિયે અને તેની નજીકના સિરિયાના વિસ્તારોમાં જોવા મળી રહી છે.ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર- તુર્કિયે અને સીરિયામાં અત્યાર સુધીમાં 4300થી વધુ લોકોના મોત થયા છે. લેબનોન અને ઈઝરાયેલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ અહીં કોઈ નુકસાન થયું નથી. તુર્કીમાં અત્યાર સુધીમાં 2921 લોકોએ જીવ ગુમાવ્યા છે.15 હજારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
જ્યારે, સીરિયામાં 1444 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા છે.તુર્કિયેના મીડિયા અનુસાર- 3 મોટા આંચકા આવ્યા. તુર્કીના સમય મુજબ પહેલો, સવારે લગભગ 4 વાગ્યે (7.8) અને બીજો લગભગ 10 (7.6) વાગ્યે અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0). આ સિવાય 78 આફ્ટરશોક્સ નોંધાયા હતા. તેમની તીવ્રતા 4 થી 5 હતી. ભૂકંપનું કેન્દ્ર તુર્કિયેનું ગાઝિયાંટેપ શહેર હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. તેથી જ તેની આસપાસના વિસ્તારોમાં વધુ વિનાશ જોવા મળ્યો હતો. દમિસ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુર્કિયેમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની લાગણી તુર્કીની સાથે છે. ભારત સરકાર તુર્કીને મદદ માટે રાહત સામગ્રી સાથે NDRFની ટીમો અને બચાવ ટીમો અને મેડિકલ ટીમો મોકલી રહ્યું છે.