/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ફરી એક વાર ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સની શક્યતા વધી ગઈ છે. જો કે હજુ સુધી જાનહાનિ કે માળખાગત સુવિધાઓને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.
અગાઉ 15 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનમાં 22 કિમીની ઊંડાઈએ 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ પહેલા 4 નવેમ્બરે ઉત્તર અફઘાનિસ્તાનમાં આવેલા 6.3ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 27 લોકોના મોત થયા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં, જલાલાબાદ નજીક 6.0ની તીવ્રતાના ભૂકંપ પછી શ્રેણીબદ્ધ આફ્ટરશોક્સ આવ્યા હતા જેના કારણે દેશમાં વ્યાપક નુકસાન થયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વેએ જણાવ્યું હતું કે ભૂકંપ ઓછી ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે તેની અસર વધી ગઈ હતી.