Connect Gujarat
દુનિયા

અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા,

અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા,
X

અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરના એક પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું હતું. જેના કારણે બે લોકો ઘાયલ પણ થયા છે. ત્યાં હજારો ઘરોની વીજળી ડુલ થઈ ગઈ હતી. સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે 215 માઈલ (350 કિમી) દૂર આવેલા ભૂકંપને કારણે શહેરમાં ગેસ લીક થયો, પાવર લાઈનો નીચે પડી અને બિલ્ડિંગમાં આગ લાગી. જે ટૂંક સમયમાં ઓલવાઈ ગઈ હતી. અન્ય બે ઈમારતો પણ ધરાશાયી થઈ હતી.

સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે,ભૂકંપ પછી વિભાગને સવારે 2:34 વાગ્યે (1034 જીએમટી) 70 ઇમરજન્સી કૉલ્સ મળ્યા હતા, જેમાં એક વ્યક્તિ ફસાયેલી હોવાના અહેવાલો અને બચાવની જરૂર હતી. શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, હમ્બોલ્ટ કાઉન્ટીમાં ભૂકંપના કેન્દ્રની નજીક બે લોકો ઘાયલ થયા હતા, જ્યાં રસ્તાઓ અને ઘરોને વ્યાપક નુકસાન નોંધાયું હતું. સ્થાનિક મીડિયાએ શેરિફની ઓફિસને ટાંકીને જણાવ્યું હતું કે ઘાયલોમાંથી એકને માથામાં ઈજા થઈ હતી અને બીજાને હાડકું તૂટ્યું હતું.

Next Story