/connect-gujarat/media/media_files/2025/05/05/SM0m3MPjI4m396uE852d.jpg)
રવિવારે વહેલી સવારે પાકિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. રસ્તાઓ પર લોકોમાં અરાજકતા જોવા મળી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે સવારે 3:54 વાગ્યે પાકિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર રવિવારે વહેલી સવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ભાગમાં 150 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉપરાંત તેનું સ્થાન 30.25 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 69.82 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું. આ ભૂકંપથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય દેશોમાંનો એક છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. ભારત સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગયા મહિને 10 મેના રોજ પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેનું સ્થાન 29.67 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 66.10 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું.