New Update
નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા માપી હતી. કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 3.8 હતી. જોકે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાની કે માલહાનિ થઈ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, હરિયાણાના ઝજ્જરના ઉત્તર-પશ્ચિમમાં રવિવારે (01-01-2023) સવારે 1:19 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી. કેન્દ્રમાંથી મળેલા રીડિંગ મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 હતી. જેના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.